“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ….

આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.

જૈમિન મક્વાણા– “બદનામ

Advertisements

આવી આવી આવી ઉત્તરાયણ આવી…

આવી આવી આવી ઉત્તરાયણ આવી,

તલ સાંકડી, ચિકીને મમરાના લાડુ,
ચટાકેદાર ઊંધીયાની સોડમ સાથે લાવી,

પીલાવ્યો માંજો, પતંગ તૈયાર બાંધી કીન્ના,
રાહ જોઈ રહ્યા ડીજે ના તાલે કરવા તાગડ ધીન્ના,

ધાબુ વાળી ધોઈ કર્યુ ચોખ્ખુ ચણાક,
ટોપી ચશ્મા નવા કપડા પહેરી થઈ ગયા ફુલ ફટાક,

રમેશકાકા પતંગ ઉડાવે શીલાકાકી પકડે ફીરકી,
ક્યાંક ખૂણામા છુપાઈ ને પિંકી ખાય ચિકી,

પેચ લડાવી ને જોર થી ખીચ મારી,
“એ કાયપો છે ” ની પપ્પુ એ બૂમ મારી,

પતંગ ના તો ક્યાંક આંખોના લડે પેચ,
એ થોડી ઢીલ મૂકે તો તુ જોર લગાવી ને ખેચ,

આવ્યો સંક્રાતિ નો અવસર આ રૂડો,
સાચવીને મિત્રો તહેવારનો આનંદ તમે લુટો,

સૂરજદાદા ના ગુણકારી કીરણો સાથે લાવી,
આવી આવી આવી ઉત્તરાયણ આવી.

જૈમિન મક્વાણા– “બદનામ

એક ગઝલ લખુ…..

“દીલ કરે છે એક ગઝલ લખુ,
આવી લખુ ? કે તેવી લખુ ?

બધા જાણે તેમ ખુલ્લેઆમ લખુ,
કે ડરી- ડરી ને ઠરીઠામ લખુ,

દીલ ના દુઃખ ની વાત લખુ,
કે હસીખુશી ના પ્રાશ લખુ,

સમજી વિચારી ને આજ લખુ,
કે આડેધડ “બદનામ” લખુ,

કોઇકને તો પસંદ આવે તેવુ પ્રગાઢ લખુ,
કે બધા જ નકારે એવુ કાજ લખુ,

પાણી ના વમળ જેવુ ગોળાકાર લખુ,
કે ધારા જેવુ સીધુ આમ લખુ,

પ્રેમ ના ગયા એ ભૂતકાળ લખુ,
કે આવનારા નવા સંગાથ લખુ,

આવી લખુ ? કે તેવી લખુ ?
દીલ કરે છે એક ગઝલ લખુ.”

જૈમિન મક્વાણા- “બદનામ”

ઓછી પડી…………

“છોકરી પટાવવા ગયો,
પણ ફીલ્ડિંગ ઓછી પડી,

ભગવાન ને રીઝવવા ગયો,
પણ બંદગી ઓછી પડી,

કંઈક હતા ખ્વાબ આ આંખો મા,
પણ નીંદર ઓછી પડી,

કરવા હતા ઘણા સારા કામ,
પણ જીંદગી ઓછી પડી,

આંબવુ હતુ આભને “બદનામ”,
પણ પછેડી  ઓછી પડી.”

જૈમિન મક્વાણા- “બદનામ”

દુઃખ છે….

ઘણો જ પ્રેમ કરી, વષોઁ સાથે રહ્યા પછી,
કોઇ જ્યારે છોડી જાય એ દુઃખ છે,

ઘણી જ મેહનત કરી, રાતો જાગી ભણ્યા પછી,
પરીક્ષા મા નાપાસ થવાય એ દુઃખ છે,

પ્રભુ ની પ્યારી સંતાન બની, ઘણી જ બંદગી કર્યા પછી,
ઉપરવાળો પ્રસન્ન ના થાય એ દુઃખ છે,

પથ્થર જેટલા દેવ પુજ્યા, હજારો માનતા કર્યા પછી,
કુખે કૂળ દિપક ના હોય એ દુઃખ છે,

કઈ જ નથી રહ્યુ આ દુનીયા મા, એમ સમજ્યા પછી,
ઝેર પણ પ્રમાણિક ના નીકળે એ દુઃખ છે,

ફક્ત મૃગજળ મળે સુખ ની શોધ મા ભટક્યા પછી,
રણ ની જેમ અક્ષય, દુખ જ દુખ મળ્યા કરે એ દુઃખ છે,

“હુ માનવી માનવ થાઉ તો ઘણુ” દરેક જાણે છે પછી,
છડેચોક સંવેદનાઓ ની હત્યા થાય છે એ દુઃખ છે,

અંત ક્યારેક તો આવશે આ વિપદા નો “બદનામ”
પણ હંમેશા સમસ્યાના શ્રીગણેશ જોવા મળે એ દુઃખ છે.

જૈમિન મક્વાણા- “બદનામ”

શુ હતો શુ થઈ ગયો છુ………

“ક્યાં હતો કાલે આજે ક્યાં પહોચી ગયો છુ,
ગોપીઓ વચ્ચે રાસ રમતો કાનુડો, આજે પ્રેમ માટે તરસી રહ્યો છુ,

ક્યારેય પરવા કરી ન હતી જે દુખ દર્દ ની ભૂતકાળે,
આ વાસ્તવિક દુનિયા મા તે સૌને જીરવી રહ્યો છુ,

ખબર છે મને આ જીવનગાડી ના પૈંડા ખોવાઈ ગયા છે,
બસ હવે તો જીવ બાકી છે એટલે જીવી રહ્યો છુ,

ક્યારેક હતા અમારા સીતારાઓ પણ બુલંદી પર,
પણ હવે તો વાદળાઓ વચ્ચે તેમને શોધી રહ્યો છુ,

જે રહેતો હતો ટ્રેન ના એન્જીન ની જેમ સૌથી આગળ,
આજે એક નાનકડા ગામ ના સ્ટેશન ની જેમ પાછળ છૂટી રહ્યો છુ,

ઘણો જ પ્રયત્ન કરવા છતા ખૂંપતો ગયો આ કળણ માં,
“બદનામ” હવે તો પ્રયત્ન કરતા પણ ડરી રહ્યો છુ.”

જૈમિન મક્વાણા- “બદનામ”

દર્દે દિલ….

દિલ મા જ્યારે દર્દ ઉઠે છે,
ગઝલ બની વહી નીકળે છે,

સારુ થયુ ખુદા આ એક રસ્તો તો આપ્યો
સંવેદનાઓ લોકો વરના ક્યાં સમજે છે,

સજાવી-ધજાવી ને દુઃખ બતાવુ પડે છે,
નહિતર દુનિયા ગાંડો સમજે છે,

છોડી દે આ ફાની દુનિયા “બદનામ”,
કોઇ પણ હવે તને ક્યાં ઝંખે છે,

લોકો બધા વાહ વાહ પોકારે,
આંતર મન રડે કકડે છે….

જૈમિન મક્વાણા- “બદનામ”

રાખ ના રમકડા ……..

“શુ લઈ ને આવ્યા હતા, શુ લઈ ને જાવાના છે,
રાખ ના રમકડા રાખ મા ભળી જાવાના છે,

જાણકારો કહે છે મધ્યાહને છે સૂરજ એની ઉંમરના,
એક દિવસ એના કિરણો પણ વિખેરાઈ જાવાના છે,

આંખો મીંચી જેની પાછળ લાંબી દોટ મૂકી,
એ પૈસા પણ ક્યાં કામ આવવાના છે,

પ્રેમ કર્યો,દુઃખ સહ્યા,સાથે રહ્યા કે છૂટા પડ્યા,
લાગણીઓ આ બધી ક્યાં સંભારવાના છે,

માતા-પિતા, ભાઈ-બહેન, પ્રેમ કે વ્યભિચાર,
દરેક સંબંધો પાછળ વિસરાઈ જાવાના છે,

નથી હોતા ખિસ્સા કફન ને “બદનામ” ,
અનિતિ નુ ધન કેવી રીતે સાથે લઈ જાવાના છે,

એટલે કહુ છુ મિત્રો ચિંતા છોડી મોજ કરો,
આ દિવસો ક્યાં પાછા આવવાના છે,

રાખ ના રમકડા રાખ મા ભળી જાવાના છે.”

જૈમિન મક્વાણા- “બદનામ”